Ayushman Card Download, આયુષ્માન કાર્ડ ડાઉનલોડ : મિત્રો અત્યારે આયુષ્યમાન કાર્ડ ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ બની ગયું છે કારણ કે સરકાર દ્વારા આ અંતર્ગત ઘણી બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેમાં આ કાર્ડ બીમારીમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે કોઈપણ સર્જરી કે હોસ્પિટલની કોઈપણ ગંભીર બીમારીઓના ખર્ચા માટે આ કાર્ડ રામબાણ ઈલાજ સાબિત થાય છે આજે આપણે આ લેખમાં જાણીશું કે આયુષ્યમાન કાર્ડ કઈ રીતે સરળ રીતે થી ડાઉનલોડ કરી શકાય. આજે આલેખમાં આપણે જાણીશું કે કયા કયા ડોક્યુમેન્ટ આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે જરૂરી છે. તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરો આવી જ અવનવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવાનું ભૂલશો નહીં.
Ayushman Card Download, આયુષ્માન કાર્ડ ડાઉનલોડ,
મિત્રો હવે તમારે તમારી જાતે જ આયુષ્યમાન કાર્ડ ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો સામાન્ય માણસને આ માહિતીની જાણ હોતી નથી અને તેઓ સરકારી કચેરીઓના ઘણા બધા ધક્કા ખાતા હોય છે નીચે મુજબની પ્રોસેસ દ્વારા તમે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ પ્રક્રિયા | Ayushman Bharat Card Download Process
સ્ટેપ 1: તમારું આયુષ્માન કાર્ડ પીડીએફ મેળવવા માટે, સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટ https://bis.pmjay.gov.in/BIS/selfprintCard પર જવાનું રહેશે
સ્ટેપ 2: ત્યારબાદ તમારે આધાર નંબર સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ત્રણ મેનુ ખુલશે તેમાં તમારે જરૂરી ડિટેલ ફિલપ કરવાની રહેશે જે સ્ટેપ 3 માં આપેલ છે.
સ્ટેપ 3: આધાર નંબર સિલેક્ટ કર્યા બાદ તમારે સ્કીમ નું નામ ભરવાનું આવશે આ સ્કીમમાં તમારે PMJAY સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે પોતાનું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
સ્ટેપ 4: આગળ વધવા માટે, હવે તમારે આપેલ કન્ડિશનને ટીક કરીને જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આધાર નંબર સાથે જોડાયેલ મોબાઈલ નંબર પર એક વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી આવશે આ ઓટીપી અહીં દાખલ કરવાનો રહેશે.
સ્ટેપ 5 : OTP દાખલ કર્યા બાદ તમારે સ્ક્રીન પર તમારા નામ સાથે ની ડીટેલ જોવા મળશે ત્યાં સાઈડમાં ડાઉનલોડ લખેલું જોવા મળશે ડાઉનલોડ પર ક્લિક કરતા તમારું આયુષ્યમાન કાર્ડ ની પીડીએફ ડાઉનલોડ થઈ જશે આ રીતે કોઈપણ વ્યક્તિનું આયુષ્માન કાર્ડ સરળ રીતથી ડાઉનલોડ કરી શકો છો.
આયુષ્માન કાર્ડ માટે ડોક્યુમેન્ટ લિસ્ટ :
મિત્રો જો તમે નવું આયુષ્યમાન કાર્ડ મેળવવા માગતા હોય તો નીચે પ્રમાણેના ડોક્યુમેન્ટ લઈ તમારા કાર્યાલયનો સંપર્ક કરી શકો છો.

- લાભાર્થીનું આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો