IIT Gandhinagar Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે આઈઆઈટી ગાંધીનગરમાં 12 પાસ તથા અન્ય માટે નોકરી મેળવવાની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
IIT Gandhinagar Recruitment | Indian Institutes of Technology Gandhinagar Recruitment
સંસ્થાનું નામ | ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગાંધીનગર, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 14 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 14 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 22 ઓગસ્ટ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://iitgn.ac.in/ |
મહત્વની તારીખ:
આ ભરતીની નોટિફિકેશન ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી દ્વારા 14 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 14 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 22 ઓગસ્ટ 2023 છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી દ્વારા નીચે મુજબની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
એથેલેટિક કોચ | બેડમિન્ટન કોચ |
બાસ્કેટબૉલ કોચ | વોલીબોલ કોચ |
ટેબલ ટેનિસ કોચ | સ્કવોશ કોચ |
લોન ટેનિસ કોચ | વેઈટ લિફ્ટિંગ કોચ |
જીમ ઇન્સ્ટ્રક્ટર | યોગ ઇન્સ્ટ્રકટર |
લાયકાત:
મિત્રો, IITની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત 12 પાસ થી લઈ ગ્રેજ્યુએટ સુધી અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.
પગારધોરણ
IIT ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ દરેક પોસ્ટ પર ઉમેદવારને માસિક ફિક્સ રૂપિયા 30,000 પગારધોરણ ચુકવવામાં આવશે.
વયમર્યાદા:
ભારતીય ટેક્નોલોજી સંસ્થાની આ ભરતીમાં ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
અરજી ફી:
IIT ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.
પસંદગી પ્રક્રિયા:
ભારતીય ટેક્નોલોજી સંસ્થા ગાંધીનગરની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે પ્રેક્ટિકલ ટેસ્ટ તથા ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી પ્રથમ 2 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે અને ત્યારબાદ દર વર્ષે કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:
IIT ગાંધીનગરની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- રીઝયુમ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- જાતિનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
ખાલી જગ્યા:
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની આ ભરતીમાં કુલ કેટલી જગ્યા ખાલી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે IIT ની સત્તાવાર વેબસાઈટ https://iitgn.ac.in/ વિજિત કરો તથા ત્યાં આપેલ “Recruitment” સેક્શનમાં જાઓ.
- હવે “apply online” ના બટન પર ક્લિક કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે સિલેક્ટ કરો તથા તમામ વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
- હવે ફાઇનલ સબમિટ કરો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |