Trending News :જુનીયર ક્લાર્ક ની પરિક્ષા મોકૂફ,શું હતું કારણ ?

જુનીયર ક્લાર્ક ની પરિક્ષા મોકૂફ : આજે GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા જુનિયર ક્લાર્ક ની પરિક્ષા ગુજરાત ખાતે યોજવાની હતી જેનો સમય ૧૧ થી ૧૨ કલાક દરમિયાન જીલ્લા ખાતે યોજાવાની હતી. સમાચાર અને અન્ય માધ્યમો દ્રારા જાણવા મળ્યું કે જુનિયર ક્લાર્ક ની પરિક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે વધુ માહિતી માટે આ લેખ ને સંપૂર્ણ વાંચો.

જુનીયર ક્લાર્ક ની પરિક્ષા મોકૂફ

જુનિયર કલાર્ક ની પરિક્ષા ૨૯/૦૧/૨૦૨૩ ના રવિવાર ને દિવસ નક્કી થયેલ હતી બધા ઉમેદવારો એ પોતાના સ્તાન માટે કોલ લેટર પણ મેળવી લીધા હતા તેવામાં સવારે સત્તાવાર વિભાગ દ્રારા માહિતી આપવામાં આવી છે કે આ પરિક્ષા હાલ પુરતી (જુનીયર ક્લાર્ક ની પરિક્ષા મોકૂફ) મોકૂફ રાખવામાં આવી છે આ પરિક્ષા ની નવી તારીખ વિભાગ દ્રારા જાણ કરવામાં આવશે.

જુનીયર ક્લાર્ક ની પરિક્ષા મોકૂફ રાખવાનું મુખ્ય કારણ :

જાહેરાત ક્ર્માંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯- ૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોધ લેવા વિનંતી છે. ઉમેદવારોને પડેલ અગવડતા બદલ મંડળ ખેદ વ્યકત કરે છે. દરેક ઉમેદવારશ્રીને ઉપરોકત કારણોસર પરીક્ષા કેન્દ્ર ખાતે ન જવા જણાવવામાં આવે છે. સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ ધ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે.

મહત્વની કડીઓ :

જુનીયર ક્લાર્ક ની પરિક્ષા મોકૂફ અંગે ની જાહેરાત

Leave a Comment