Connect with us

Trending

PM કિશાન સમ્માન નીધી નો હપ્તો નું status ચેક કરો જમા થયો છે કે નહિ ? @pmkisan.gov.in

Published

on

PM કિશાન સમ્માન નીધી નો હપ્તો નું status : PM કિશાન સમ્માન નીધી યોજના નો ૧૨ હપ્તો બધા ખેડૂતો ના ખાતા માં આવી ગયો છે આજે આપણે ૧૩ માં હપતા વિશે વાત કરીશું જેમનું KYC બાકી છે તમને એ ખેડૂતો ને સમસ્યા નડી રહી છે તો હવે આ ૧૩ મો હપ્તો ક્યારે આવશે અને આવવા માટે શું કરવું પડશે એ સંપૂર્ણ વિગત અહી મેળવીશું તો દરેક ખેડૂત મિત્રો એ આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનંતી છે તો આપણે આ PM કિશાન સમ્માન નીધી યોજના ના ૧૩ માં હપ્તા વિશે જાણીએ .

PM કિશાન સમ્માન નીધી નો હપ્તો:

પ્રધાન મંત્રી કિશાન યોજના એ એક કેન્દ્રિય યોજના છે જે દેશ ના દરેક ખેડૂતો અને કૃષિ સંબંધિતઆ લાભ મળે છે આ યોજના હેઠળ ખેડૂત અને ગરીબ પરિવાર ને સરકાર શ્રી દ્વારા લાભ આપવામાં આવે છે ને નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવે છે .

PM કિશાન સમ્માન નીધી હપ્તો આવી રીતે જોઈ શકાય છે.:

  • સ્ટેપ 1: pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લો.
  • સ્ટેપ 2: ત્યારબાદ હોમપેજ પર ‘ફાર્મર્સ કોર્નર’માં આપવામાં આવેલ ‘બેનેફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: ત્યારબાદ રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરો.
  • સ્ટેપ 4: હવે ‘Get Data’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 5: હવે તમને સ્ક્રીન પર ઈન્સ્ટોલમેન્ટનું સ્ટેટસ જોવા મળશે.
  • જે ખેડૂતોએ હજુ સુધી eKYCની પ્રોસેસ પૂર્ણ કરી નથી, તેમને 13મો હપ્તો નહીં મળે.

PM કિસાનની વેબસાઈટ અનુસાર ખેડૂતોએ eKYC અપડેટ કરવું જરૂરી છે. PMKISAN- pmkisan.gov.in પોર્ટલ પર OTP આધારિત EKYC ઉપલબ્ધ છે. બાયોમેટ્રીક રીતે eKYC અપડેટ કરવા માટે તમે નજીકના CSC સેન્ટરનો સંપર્ક કરી શકો છો.વધુ માહિતી માટે આપેલ સત્તાવાર વેબ સાઈટ કે સત્તાવાર જાહેરાત પર્વ જી ને જોઈ શકો છો .

PM KISAN ઓનલાઈન KYC અપડેટ કેવી રીતે કરવું?:

  • સ્ટેપ 1: PM કિસાનની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો અને KYC ઓપ્શન પર ક્લિક કરો.
  • સ્ટેપ 2: હવે આધાર કાર્ડ નંબર એન્ટર કરો, કેપ્ચા કોડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરવામાં આવ્યો છે, તે એન્ટર કરો.
  • સ્ટેપ 3: OTP પ્રાપ્ત થયા બાદ તે એન્ટર કરો. ત્યારબાદ KYC વેરિફિકેશન સરળતાથી પૂર્ણ થઈ જશે.

ખાસ નોંધ: તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ હોવા જરૂરી છે. જો આધાર કાર્ડ માં મોબાઈલ નંબર અપડેટ નહિ હોય તો તમારા નંબર પાર ઓટીપી (OTP) નહિ આવે. એની દરેક ખેડૂત મિત્રો એ ખાસ ધ્યાન માં લેવું .

પીએમ કિસાન સન્માન નિધિ માં આ રીતે નોંધણી કરો.:

સરકારની આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખેડૂતો PM કિસાન યોજનામાં ઓનલાઈન અને ઓફલાઈન પોતાની નોંધણી કરાવી શકે છે.

  • સૌથી પહેલા https://pmkisan.gov.in/ વેબસાઈટ ખોલો
  • નવી ખેડૂત નોંધણી ટેબ પર ક્લિક કરો
  • હવે તમારો આધાર નંબર દાખલ કરો
  • કેપ્ચા કોડ ભર્યા પછી તમારું રાજ્ય પસંદ કરો
  • તમારા બેંક એકાઉન્ટ અને ફાર્મની માહિતી દાખલ કરો
  • સબમિટ પર ક્લિક કરો

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ ટુક માં માહિતી

આ યોજના ખેડૂતો ને ધ્યાન માં લઇ અમલ માં મુકવામાં આવી છે કારણ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ખેડૂતો ને આર્થિક રીતે મદદ કરવાનો આ યોજના નો મુખ્ય હેતુ છે તથા ખેતી એ ભારત માટે એક અતિ મહત્વ નો ભાગરૂપ છે એટલે આ યોજના શરુ કરવામાં આવે છે .
ભારતમાં 50 ટકા રોજગાર પ્રત્યક્ષ કે આડકતરી રીતે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો સાથે સંબંધિત હોવાથી, સરકાર ખેડૂતોને વિવિધ રીતે પ્રોત્સાહન આપવા અને ટેકો આપવા માટે પણ ઉત્સુક છે. PM કિસાન અથવા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM કિસાન યોજના) એવી એક યોજના છે જ્યાં ખેડૂતોને સહાયક નાણાકીય સહાયથી ટેકો આપવામાં આવે છે. PM કિસાન નાના અને સીમાંત ખેડૂતોની આવકની સંભાવનાને ટેકો આપવા માટે લોન્ચ કરવામાં આવ્યો હતો.

PM કિશાન સમ્માન નીધી નો હપ્તો નું status

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending